અમદાવાદમાં વરસાદી પાણીનો સમયસર નિકાલ ના થતા, ભાજપના જ ધારાસભ્યે પત્ર લખીને તંત્રનો કાન આમળ્યો, જુઓ વીડિયો

|

Jun 30, 2024 | 2:55 PM

અમદાવાદમાં દર વર્ષે ચોમાસામાં સાવ સામાન્ય કહેવાય તેટલી માત્રામાં વરસતા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. આ સમસ્યા બીજા વર્ષે ઓછી થવા અથવા તો ઉકેલાવવાને બદલે સમસ્યામાં નવા નવા વિસ્તારો ઉમેરાતા જાય છે. અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના જળસંપતિ વિભાગ દ્વારા યોગ્ય સંકલનના અભાવે નાગરિકોને હેરાનગતી અને મરો થતો હોય છે.

દર વર્ષે ચોમાસામાં વરસતા સામાન્ય વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરક થઈ જતા હોય છે. અમદાવાદમાં વરસાદ વરસે અને સાબરમતી નદી ઉપર વાસણા ખાતે આવેલ બેરેજના દરવાજા ખોલવામાં ના આવે તો અમદાવાદના અનેક વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થતો નથી. આ સમસ્યા સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલ રિવરફ્રન્ટને કારણે વકરી છે. પરંતુ દર વર્ષે ચોમાસા પહેલા ગુજરાતના જળ સંપતિ વિભાગ દ્વારા વાસણા બારેજના દરવાજાનું સમારકામ હાથ ધરવામાં આવે છે. જેથી કરીને ચોમાસામાં જયારે જરૂર પડે ત્યારે, વાસણા બેરેજના દરવાજા ખોલીને શહેરના વિવિધ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીનુ સાબરમતી નદીમાં વહન થઈ શકે.

જો કે વર્ષોથી આ કામગીરી કરવામાં આવતી હોવા છતા, આ વર્ષે ગુજરાતના જળસંપતિ વિભાગ દ્વારા વાસણા બારેજના દરવાજાઓનું યોગ્ય સમારકામ હાથ ધરાયું નથી. જેને લગતો એક પત્ર અમદાવાદના એલિસબ્રિજના ધારાસભ્યે જળસંપતિ વિભાગને લખીને કેટલાક પ્રશ્નો પુછ્યાં છે.

અમદાવાદમાં દર વર્ષે ચોમાસામાં સાવ સામાન્ય કહેવાય તેટલી માત્રામાં વરસતા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. આ સમસ્યા બીજા વર્ષે ઓછી થવા અથવા તો ઉકેલાવવાને બદલે સમસ્યામાં નવા નવા વિસ્તારો ઉમેરાતા જાય છે. અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના જળસંપતિ વિભાગ દ્વારા યોગ્ય સંકલનના અભાવે નાગરિકોને હેરાનગતી અને મરો થતો હોય છે. આ વર્ષે મનપાએ જાહેર કર્યું હતું કે, દર વર્ષે જે વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે તે પૈકી અનેક વિસ્તારોની સમસ્યાનો નિકાલ થઈ જશે. પરંતુ આ સમસ્યા ઉકેલાવાને બદલે, યથાવત રહેવા પામી છે.

 

 

 

Next Video