રાજ્યમાં મેઘરાજા મહેરબાન, સૌથી વધુ ખંભાતમાં બે કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

|

Aug 21, 2024 | 8:13 PM

રાજ્યના કેટલાક તાલુકાઓમાં વરસાદી મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ આણંદના ખંભાતમાં બે કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ખેડાના કઠલાલ અને ડાંગના આહવામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 8 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ફરી પધરામણી થઈ છે. રાજ્યના કેટલાક તાલુકાઓમાં વરસાદી મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ આણંદના ખંભાતમાં બે કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ખેડાના કઠલાલ અને ડાંગના આહવામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 8 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

અમરેલી જિલ્લામાં ખાંભા, રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ સમગ્ર પંથકમાં વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ રાજકોટના જિલ્લાના જસદણ, આટકોટ, જંગવડ, જીવાપર, વિરનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે વડોદરામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. વડોદરાના શિનોરમાં સતત બે દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. તો સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના સરથાણા, વરાછા અને લિંબાયતમાં વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં મૂશળધાર મહેરની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 24 કલાક મૂશળધાર વરસાદની આગાહી છે. રાજ્યના 12 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે.

Next Video