Anand Rain : બોરસદમાં ધોધમાર વરસાદ બાદ સ્થિતિ વણસી, ઘરોમાં જોવા મળી નરી ગંદકી, જુઓ Video

|

Jul 25, 2024 | 11:57 AM

આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ બાદ સ્થિતિ વણસી છે. બુધવારે આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે શહેરના વન તળાવ અને પાંચ વડ વિસ્તાર હજુ પણ પાણીમાં ગરક હોવાના દાવા સામે આવી રહ્યા છે.

બીજી તરફ અહીંના અક્ષર નગર વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ નરી ગંદકી સામે આવી છે. ઘરોમાં ભારે ગંદકીને પગલે સ્થાનિકોએ સફાઈ હાથ ધરી છે. દર વર્ષે એકની એક સમસ્યા આવતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.

શિનોરના દિવેરથી મઢી તરફનું જવાનું નાળુ તૂટ્યું

વડોદરામાં ગઈ કાલથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે મોટાભાગના વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે.વડોદરાના શિનોરના દિવેરથી મઢી તરફનું જવાનું નાળુ તૂટ્યું છે. ધોધમાર વરસાદ ખાબકતા નાળાનો એક મોટો ભાગ બેસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નાળુ તૂટતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. જેના પગલે લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે.

Next Video