Rain Update : કાલાવડની જીવાદોરી સમાન બાલંભડી ડેમમાં આવ્યા નવા નીર, ખેડૂતોમાં ખુશી, જુઓ Video

|

Jun 29, 2024 | 12:21 PM

ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જામનગર પંથકમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે જામનગરના કાલાવડના જીવાદોરી સમાન બાલંભડી ડેમમાં નવા નીર આવ્યા છે.

ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે જામનગર પંથકમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે જામનગરના કાલાવડનો જીવાદોરી સમાન બાલંભડી ડેમમાં નવા નીર આવ્યા છે. કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા બાલંભડી ડેમમાં નવા નીર આવ્યા છે.

જામનગરના મૂળીલા, બાલંભડી, દાણીધાર, ખીજડિયા સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે. તેમજ બાલંભડી ડેમ હાલમાં 13 ફુટ જેટલો ભરાયો છે. બાલંભડી ડેમ કાલાવડ શહેરમાં પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. જામનગરમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની માહોલ જોવા મળ્યો છે.

હથનુર ડેમમાં આવ્યા નવા નીર

બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક શરુ થઈ છે. ઉપરવાસમાં વરસાદ પડતા હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રના હથપુર ડેમનો એક ગેટ એક મીટર ખોલવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાં 6,392 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તેમજ ઉકાઈ ડેમની હાલની સપાટી 305.47 ફૂટ પર પોંહચી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video