Monsoon 2024 : ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય, ધોધમાર વરસાદ આ જિલ્લાઓને કરશે જળમગ્ન, જુઓ Video

Monsoon 2024 : ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય, ધોધમાર વરસાદ આ જિલ્લાઓને કરશે જળમગ્ન, જુઓ Video

| Edited By: | Updated on: Jul 29, 2024 | 10:55 AM

હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મૂશળધાર મહેર કરશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાઓમાં હજુ વરસાદ ખુબ જ ઓછો પડ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ જિલ્લાઓમાં હવે વરસાદી જમાવટ જોવા મળી શકે છે. ગુજરાત પર બે 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેથી મેઘરાજા હજુ પણ મહેરબાન રહેશે.

ગુજરાતમાં હજુ પણ પાંચ દિવસ વરસાદી માહોલ જામશે. જો કે હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મૂશળધાર મહેર કરશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાઓમાં હજુ વરસાદ ખુબ જ ઓછો પડ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ જિલ્લાઓમાં હવે વરસાદી જમાવટ જોવા મળી શકે છે. ગુજરાત પર બે 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેથી મેઘરાજા હજુ પણ મહેરબાન રહેશે.

આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારેની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રમાં પણ આગામી 3 દિવસ ભારેથી અતિભારેની આગાહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાત પર હજુ પણ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ કુલ 55 ટકા વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી પાંચ દિવસ સુધી સારા વરસાદની આગાહી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં મેઘરાજા આવી રીતે જ વરસતા રહેશે.