Monsoon 2023 : જૂનાગઢના માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ, 2 દિવસથી ભરાયેલા પાણીને કારણે લોકો પરેશાન, જુઓ Video

Monsoon 2023 : જૂનાગઢના માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ, 2 દિવસથી ભરાયેલા પાણીને કારણે લોકો પરેશાન, જુઓ Video

| Edited By: | Updated on: Jul 20, 2023 | 6:08 PM

જૂનાગઢમાં વરસાદને કારણે સોસાયટીઓ જળમગ્ન થઈ છે. ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા છે. ઘરવખરીને પણ મોટાપાયે નુક્સાન થયું છે. 2 દિવસથી લોકો ઘરમાં કેદ હતા. વરસાદને કારણે ઈન્દિરા સોસાયટીની સ્થિતિ વિકટ બની છે.

Rain In Gujarat: જૂનાગઢના માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાયા હતા. ઈન્દિરા સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા. લોકોની ઘરવખરીને મોટાપાયે નુક્સાન થયું હતું. 2 દિવસથી ભરાયેલા પાણીના કારણે લોકો પરેશાન થયા હતા.

આ તરફ કેશોદ શહેરમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જગનાથ, રણછોડનગર, ગોપાલનગર ગામ પાણી પાણી થયા છે. વરૂડીમાં મંદિર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોવાના અહેવાલ સેમ આવ્યા છે. ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે.

આ પણ વાંચો  : ગુરુવાર બન્યો ગોઝારો, રાજ્યમાં અનેક સ્થળોએ હચમચાવનાર અકસ્માતની ઘટના, જુઓ Video

બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. સૌથી વધુ પોરબંદર અને કેશોદમાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માંગરોળમાં 5 ઈંચ વરસાદ તો જામકંડોરણા, જામજોધપુર અને ધ્રોલમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહુવા, ખંભાળિયા અને માણાવદરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.