Gujarat Rain : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ! રાજ્યમાં 234 તાલુકામાં વરસ્યો વરસાદ, જુઓ Video
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 234 તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના 18 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે 120 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં પડ્યો છે.
Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 234 તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના 18 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે 120 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં પડ્યો છે. તો નવસારીમાં દિવસ દરમિયાન 12 ઈંચ વરસાદ ખાબક્યો છે.
તો નવસારીના જલાલપોરમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ જૂનાગઢમાં સાડા 9 ઈંચ વરસાદમાં જળબંબાકાર જોવા મળ્યો છે. તેમજ દ્વારકાના ખંભાળિયામાં પણ 7 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં ભાવનગર, ભરુચ,બોટાદ,સુરત, વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યભરમાં ભારે વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
વરસાદે વિરામ લીધો પરંતુ વરસાદી સમસ્યા યથાવત
અમદાવાદમાં વરસાદે વિરામ લીધો પરંતુ વરસાદી સમસ્યા યથાવત છે. ગઈકાલે પડેલા ભારે વરસાદમાં પાણીમાં ફસાતા અનેક વાહનો બંધ પડ્યો છે. આજે વહેલી સવારે રસ્તા ઉપર અને બ્રિજ ઉપર વાહનોની કતારો જોવા મળી છે. અમદાવાદ શહેરમાં AEC બ્રિદ પર અંદાજે 50 જેટલા ટુવ્હિલર તેમજ ફોરવ્હિલર તેમજ બસ ઊભી રહેલી જોવા મળી છે. મોટાભાગના વાહનો પાણીમાં ફસાવવાના કારણે બંધ પડ્યા છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો