Monsoon 2023 : ગુજરાતમાં પાંચ દિવસ રહેશે હળવો વરસાદ, ચોમાસુ થોડા જ દિવસમાં લેશે સત્તાવાર વિદાય, જુઓ Video

| Edited By: | Updated on: Sep 26, 2023 | 8:59 AM

દેશમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઇ ચુકી છે. રાજસ્થાન તરફથી ચોમાસાની વિદાય શરૂ થઇ છે. આગામી દિવસો ગુજરાતમાંથી પણ સત્તાવાર વિદાય લેશે. રાજ્યમાં 5 દિવસ હળવો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. સુરત, ભરૂચમાં વરસાદ પડાવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટાંની શક્યતા છે. અમરેલી, ગીરસોમનાથમાં છુટોછવાયો વરસાદ રહેશે.

Rain Update : હવામાન વિભાગનું માનવું છે કે હવે રાજ્યમાંથી વરસાદ (Rain) વિદાય લેશે, પરંતુ અંતિમ રાઉન્ડમાં મેઘરાજા ધોધમાર રીતે વરસી રહ્યા છે. હજુ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે. જો કે ઓક્ટોબરની શરૂઆત બાદ વરસાદની રાજ્યમાં વિદાય થઇ શકે છે. જો કે રાજ્યમાં 5 દિવસ હળવો વરસાદ રહેશે.

આ પણ વાંચો- Mandi : ભાવનગરની APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 3000 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

દેશમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઇ ચુકી છે. રાજસ્થાન તરફથી ચોમાસાની વિદાય શરૂ થઇ છે. આગામી દિવસો ગુજરાતમાંથી પણ સત્તાવાર વિદાય લેશે. રાજ્યમાં 5 દિવસ હળવો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. સુરત, ભરૂચમાં વરસાદ પડાવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટાંની શક્યતા છે. અમરેલી, ગીરસોમનાથમાં છુટોછવાયો વરસાદ રહેશે.

બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. હાલમાં કોઈપણ વરસાદી સિસ્ટમ સક્રીય નથી.

છેલ્લા રાઉન્ડમાં મેઘરાજા ધોધમાર વરસ્યા

રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની મહેર વરસી રહી છે. છેલ્લા રાઉન્ડમાં મેઘરાજા ધોધમાર રીતે વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત શહેર અને સુરત જિલ્લામાં મોડી રાતથી મૂશળધાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે સુરત શહેરના અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા. સુરતના પલસાણા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બે દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજા મહેરબાન થયા છે. ચલથાણ, કડોદરા, કરણ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં વરસ્યો 103 ટકા વરસાદ વરસ્યો

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન 103 ટકા વરસાદ વરસ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વરસાદ કચ્છમાં 163.94 ટકા, સૌરાષ્ટ્રમાં 122.83 ટકા, ઉતર ગુજરાતમાં 96.10 ટકા, મધ્ય ગુજરાતમાં 97.12 ટકા અને દક્ષિણ ગુજરાતામાં 91.70 ટકા વરસાદ નોંધાયો છે.

સોમવારના સવારના 6 વાગ્યાથી મંગળવાર સવારના છ વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 18 જિલ્લાના 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સુરતના ચોર્યાસી તાલુકામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો