Surat Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યુ છે. સુરતના લાલગેટ વિસ્તારના મોતી વાલા પરફ્યુમની ગલીમાં વરસાદના કારણે પાણી ભરાતા પાણીમાં કાર ફસાઈ હતી. જેની જાણ થતા ફાયર વિભાગે તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ.
આ પણ વાંચો : Surat: લિંબાયતમાં લગ્ન મંડપમાં છવાયો માતમ, ભાઈએ જ બહેનની કરી હત્યા, જુઓ Video
જેમાંથી કારમાં ફસાયેલા બે વ્યક્તિ અને 3 બાળકોને બચાવ્યા છે. શહેરમાં મોડી રાત્રથી સતત વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉધનામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાંદેરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. કતારગામમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. વરાછામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો લીંબાયતમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. તો આ તરફ અઠવામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.