Surat: લિંબાયતમાં લગ્ન મંડપમાં છવાયો માતમ, ભાઈએ જ બહેનની કરી હત્યા, જુઓ Video

સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરનારી બહેનની ભાઈએ જ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 27, 2023 | 12:06 PM

Surat: સુરતમાં (Surat) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરનારી બહેનની ભાઈએ જ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. બહેને પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટ મેરેજ કર્યા હતા અને 1 મહિના બાદ બહેનના રીત રીવાજ મુજબ લગ્ન હતા અને લગ્ન પ્રસંગના એક દિવસ પહેલા પીઠીની રસમ દરમ્યાન ભાઈએ મંડપમાં આવીને બહેનને ચપુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં પોલીસે આરોપી ભાઈની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પિતરાઈ ભાઈએ જ ચપ્પુના ઘા મારી બહેનની કરી હત્યા

સુરતમાં એક ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં રહેતી કલ્યાણી પાટીલ નામની યુવતીએ જિતેન્દ્ર મહાજન નામના યુવક સાથે પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા કોર્ટ મેરેજ કર્યા બાદ બંને જણાં સાથે રહેતા હતા. કોર્ટ મેરેજને એક મહિનો વીતિ જતાં યુવકના પરિવારજનોએ સમાજના રીતિ રિવાજ અનુસાર લગ્ન કરવા નિર્ણય લીધો હતો. સોમવારે તેની પીઠીની વિધિ હતી. સાંજે પીઠીની વિધિ યોજાઈ રહી હતી. ત્યારે તેના પિતરાઈ ભાઈએ ચપુના ઘા મારી હત્યા કરતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

બીજી તરફ આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવતીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને હાજર લોકોએ હત્યારા ભાઈને ઝડપીને પોલીસના હવાલે કરી દીધો હતો. આ મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">