Monsoon 2023 : અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પડ્યો ભૂવો, AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની ખોલી પોલ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 05, 2023 | 7:11 AM

અમદાવાદમાં ચોમાસા સાથે જ ભૂવા પડવા કોઈ આશ્ચર્યની વાત નથી. શહેરમાં એક સાથે ત્રણ સ્થળે ભૂવા પડ્યાની ઘટના બની છે. જુહાપુરા વિસ્તારમાં ફરી ભૂવો પડયો છે.ગત રાત્રે અંબર ટાવરની સામે સવેરા હોટલ પાસે મસમોટા ભૂવામાં AMCનો ટ્રક ફસાયો છે

Monsoon 2023 : અમદાવાદમાં ચોમાસા સાથે જ ભૂવા પડવા કોઈ આશ્ચર્યની વાત નથી. શહેરમાં એક સાથે ત્રણ સ્થળે ભૂવા પડ્યાની ઘટના બની છે. જુહાપુરા વિસ્તારમાં ફરી ભૂવો પડયો છે. ગત રાત્રે અંબર ટાવરની સામે સવેરા હોટલ પાસે મસમોટા ભૂવામાં AMCનો ટ્રક ફસાયો છે.

આ પણ વાંચો : Monsoon 2023: રાજકોટના ભાયાવદરમાં ધોધમાર વરસાદ બાદ પૂરના દ્રશ્યો આવ્યા સામે, બે ગાય નદીમાં તણાઈ, જુઓ Video

તો 132 ફૂટ રિંગરોડ પર હેલમેટ સર્કલ નજીક વાળીનાથ ચોક પાસે ભૂવો પડતા વાહન ચાલકો માટે કનડગતનું કારણ બન્યો છે. આ ભૂવાને લીધે બે કિલોમીટરનું ડાયવર્ઝન અપાયું છે. આ સ્થળે મહિના પહેલા પડેલા ભૂવાનું તંત્રએ સમારકામ કર્યું છે. જે બાદ ફરી ભૂવો પડતા લોકો હાલાકી ભોગવી રહ્યાં છે.

તો બીજી બાજુ અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં પણ ભૂવો પડવાની ઘટના સામે આવી છે. ફતેહવાડી વિસ્તારમાં અંબર ટાવરની સામે સવેરા હોટલ પાસે મસમોટો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યુ છે. આ મસમોટા ભૂવામાં AMCનો ટ્રક ફસાયો હોવાનું ઘટના બની હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો