Monsoon 2023: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આગામી 24 કલાક રહેશે ભારે

Rain Updates: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક ભારે રહેશે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. અમરેલી, જુનાગઢ, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 12:03 AM

Rain Updates:  હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત માટે આગામી 24 કલાક ભારે રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. અમરેલી, જુનાગઢ, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ 2 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ હાલ સક્રિય થઈ છે.

મોડે-મોડેથી આવેલા મેઘરાજાએ જૂનના અંતિમ સપ્તાહમાં સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી 120 મીટરને પાર પહોંચી છે. બીજી તરફ સુરતના મહુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદથી નદી તેમજ જળાશયોમાં નવા નીરની આવક થઇ.

આ પણ વાંચો: Monsoon 2023: અમરેલીમાં ભારે વરસાદ, જળાશયોમાં આવ્યા નવા નીર, ધારીમાં ઝર અને મોરસુપડા ડેમ ઓવરફ્લો

વલસાડ પંથકમાં પણ અવિરત વરસાદથી ધરમપુર સહિતના અન્ય તાલુકાઓમાં રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી થઇ. નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદને પગલે અનેક કોઝ-વે પાણીમાં ગરકાવ થયા. પૂર્ણા નદીની સપાટી વધતાં તંત્ર એલર્ટ થયું છે. આ તરફ તાપીમાં પણ ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ બંધ થતાં વાહનવ્યવહાર ઠપ થયો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">