Monsoon 2023: સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 5 દિવસ રાજ્યમાં વરસશે વરસાદ, જુઓ Video

|

Jul 12, 2023 | 4:18 PM

આગામી 5 દિવસ માટે હવામાન વિભગા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનુ છે કે તારીખ 16, 17, 18 અને 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain: આગામી 4થી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી (Rain forecast)  છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી છે. 16, 17, 18 અને 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદ થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ભાજપના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા, જૂઓ Video

16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે તેવી શક્યતા છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video