Monsoon 2023 : ગુજરાતમાં આજે પણ વરસાદની બેટિંગ રહેશે યથાવત, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ અપાયુ, Video

| Edited By: | Updated on: Sep 09, 2023 | 9:55 AM

દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. તો આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. વરસાદને લઇને કેટલાક વિસ્તારમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયુ છે. લાંબા વિરામ બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે, ત્યારે આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘો મહેરબાન રહેશે.

Monsoon 2023 : હવામાન વિભાગે (Meteorological department) ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી (Rain )માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. તો આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડશે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડમાં ભારે વરસાદ રહેવાની આગાહી છે.

આ પણ વાંચો- Navsari Rain : નવસારીના અલગ અલગ 6 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં વરસ્યો 4 ઈંચ વરસાદ નોંધાયો, જુઓ Video

તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. તો આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. વરસાદને લઇને કેટલાક વિસ્તારમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયુ છે.

લાંબા વિરામ બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે, ત્યારે આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘો મહેરબાન રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે અને ઓેરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ સહિત દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ સહિત વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. મહત્વપૂર્ણ છે કે પાછલા 2 દિવસથી દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો