Monsoon 2023: સુરતના લિંબાયત વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ, વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા મેયર હેમાલી બોઘાવાલા મેદાને, જુઓ Video

Monsoon 2023: સુરતના લિંબાયત વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ, વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા મેયર હેમાલી બોઘાવાલા મેદાને, જુઓ Video

| Edited By: | Updated on: Jul 18, 2023 | 6:41 PM

ભારે વરસાદને પગલે લિંબાયતમાં પાણી ભરાયા છે. મેયર હેમાલી બોઘાવાલાએ લિંબાયત ઝોનના મીઠી ખાડીની મુલાકાત લીધી હતી. ઝોનની ટીમ સાથે વરસાદી પાણીનો નિકાલ થાય છે તે સ્થળની મુલાકાત લીધી

Surat: લિંબાયત વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. ભારે વરસાદને પગલે લિંબાયતમાં પાણી ભરાયા છે. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા પાલિકા તંત્ર કામે લાગ્યું હતું. મેયર હેમાલી બોઘાવાલાએ લિંબાયત ઝોનના મીઠી ખાડીની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. ઝોનની ટીમ સાથે વરસાદી પાણીનો નિકાલ થાય છે તે દિશામાં કામગીરી શરૂ કરી હતી.

મહત્વનુ છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. સુરત શહેરની વાત કરીએ તો શહેરના ઉધના, સલાબતપુરા અને અઠવાલાઈન્સ સહિત વિવિધ વિસ્તોરોમાં સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

આ પણ વાંચો  : સુરત એરપોર્ટ પરથી રુપિયા 25 કરોડનું સોનુ ઝડપાવાનો કેસ, દાણચોરીના મૂળ સુધી પહોંચવા મોબાઇલ ડેટાનો કરાશે અભ્યાસ

શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળતા ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. આ તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારો કામરેજ, પલસાણા અને બારડોલીમાં પણ વરસાદ શરૂ થયો છે. બે દિવસના વિરામ બાદ વરસાદ થતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી તો રાહત મળી છે, પરંતુ વરસાદને કારણે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.