Gujarati Video : સુરત એરપોર્ટ પરથી રુપિયા 25 કરોડનું સોનુ ઝડપાવાનો કેસ, દાણચોરીના મૂળ સુધી પહોંચવા મોબાઇલ ડેટાનો કરાશે અભ્યાસ
સુરત એરપોર્ટ પર ખુલ્લેઆમ 27 કરોડનું સોનું લઈને જઈ રહેલા 4 લોકોને DRIએ ઝડપી પાડ્યા હતા. ત્યારે આ કેસમાં દાણચોરીના (smuggling) મૂળ સુધી પહોંચવા મોબાઇલ ડેટાનો અભ્યાસ કરવામાં આવશે. આ કેસના આરોપીઓ પોલીસને ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે.
Surat : સુરત એરપોર્ટ (Surat Airport) પરથી 9 જુલાઇના રોજ DRIએ કરોડો રુપિયાનું સોનુ (Gold) ઝડપી પાડ્યુ હતુ. સુરત એરપોર્ટ પર ખુલ્લેઆમ 27 કરોડનું સોનું લઈને જઈ રહેલા 4 લોકોને DRIએ ઝડપી પાડ્યા હતા. ત્યારે આ કેસમાં દાણચોરીના (smuggling) મૂળ સુધી પહોંચવા મોબાઇલ ડેટાનો અભ્યાસ કરવામાં આવશે. આ કેસના આરોપીઓ પોલીસને ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. તપાસમાં સલમાન નામના ઇસમને મોકલ્યાનો પણ ખુલાસો થયો છે. દાણચોરીનું સોનુ મહારાષ્ટ્ર મોકલવાની વાત પણ સામે આવી છે.
મળતી માહિતી અનુસાર આરોપીઓ કરોડોનું સોનું દુબઈના શારજાહથી સુરતમાં લઈને આવ્યા હતા. સોનાની દાણચોરીમાં એરપોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસતાં એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસમાં કામ કરતા PSI પરાગ દવેની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. જે બાદ PSI પરાગ દવેની DRI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં PSI પરાગ દવેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
