Banas River: બનાસ નદીમાં આવ્યા નવા નીર, પાટણમાં નદી કાંઠે ઉમટયા લોકોના ટોળા, જુઓ-Video
નદી કાંઠે ઉમટયા લોકોના ટોળા

Follow us on

Banas River: બનાસ નદીમાં આવ્યા નવા નીર, પાટણમાં નદી કાંઠે ઉમટયા લોકોના ટોળા, જુઓ-Video

| Edited By: | Updated on: Jul 29, 2023 | 2:44 PM

Monsoon 2023: રાજસ્થાનમાં વરસાદને લઈ ઉત્તર ગુજરાતની સ્થાનિક નદીઓમાં પાણી આવ્યા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વહેલી બનાસ નદી પણ બે કાંઠે વહી છે. નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને લઈ સ્થાનિકોમાં આનંદ વ્યાપ્યો છે.

 

રાજસ્થાનમાં વરસાદને લઈ ઉત્તર ગુજરાતની સ્થાનિક નદીઓમાં પાણી આવ્યા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વહેલી બનાસ નદી પણ બે કાંઠે વહી છે. નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને લઈ સ્થાનિકોમાં આનંદ વ્યાપ્યો છે. સ્થાનિકો પણ નદીના પાણી જોવા માટે નદી કાંઠા વિસ્તારમાં ટોળા સ્વરુપ પહોંચ્યા છે. ખાસ કરીને પાટણ જિલ્લામાં લોકો ખૂબ જ ટોળે વળ્યા હોય એ પ્રકારના દ્રશ્યો નદી કાંઠા વિસ્તારમાં જોવા મળ્યા છે. સ્થાનિક પોલીસ કે તંત્ર પણ સાવચેતીના પગલા બાબતે ચિંતા દાખવી ના રહ્યુ હોય એવલા દ્રશ્યો સર્જાયા છેય

ઉપરવાસ રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ બનાસ નદીમાં પાણીની આવક વધતા દાંતીવાડા ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા છે. મધરાત્રે 11 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યુ હતુ, જ્યારે સવારે સાડા પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. આમ બનાસ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. દાંતીવાડા ડેમ 86.25 ટકા ભરાયેલો છે.

આ પણ વાંચોઃ  IND vs WI 2nd ODI Playing 11: રોહિત શર્મા બાર્બાડોઝમાં રમાનારી બીજી વનડે ટીમમાં કરાશે ફેરફાર? જાણો, કેવી હશે ભારતની પ્લેઈંગ 11

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 29, 2023 02:43 PM