Surat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતના ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે વાતાવરણ આહલાદક બન્યું છે. દેવઘાટ ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. દેવધાત ધોધ જંગલ વિસ્તારમાં અજાણા ખાડી પર આવેલો છે. અજાણા ખાડીમાં પાણીની ભરપૂર આવક થઇ છે. મોટી સંખ્યામાં સહેલાણીઓ દેવઘાટ ધોધનો નજારો જોવા ઉમટ્યા છે. સુરત જિલ્લાનો આ એકમાત્ર ધોધ છે.
આ પણ વાંચો : Breaking News Surat: સુરતમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયો, બોગસ દસ્તાવેજ મળવા સાથે શંકાસ્પદ સંપર્ક હોવાનુ જણાયુ! Video
તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 22 જિલ્લાના 87 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે નવસારીના ચીખલીમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે. તો આ તરફ નવસારીના ગણદેવીમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારી અને ખેર ગામમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.રાજ્યમાં સિઝનનો સરેરાશ 48 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 112 અને ઉત્તર ગુજરાતમાં 50 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્રમાં 65 ટકા અને મધ્ય ગુજરાતમાં 35 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 38 ટકા વરસાદ નોંધાયો છે.
Published On - 10:10 am, Thu, 13 July 23