Monsoon 2023 : રાજ્યમાં અત્યાર સુધી નોંધાયો 52.34 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં, જુઓ Video
રાજ્યમાં અત્યાર સુધી 52.34 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છમાં સિઝનનો 112.09 ટકા વરસાદ ખાબક્યો છે. તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 69.23 ટકા વરસાદ નોંધાયો છે.
Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મેઘ મુશળધાર વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 52.34 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છમાં સિઝનનો 112.09 ટકા વરસાદ ખાબક્યો છે. તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 69.23 ટકા વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : Monsoon 2023 : હિમાચલ પ્રદેશમાં વરસાદથી તબાહી, કુલ્લૂમાં અત્યાર સુધીમાં 24ના મોત, યાત્રા દરમિયાન મળ્યા 8 મૃતદેહ
તો આ તરફ ઉત્તર ગુજરાતમાં સિઝનનો 51.2 ટકા વરસાદ ખાબક્યો છે. તેમજ મધ્ય ગુજરાતમાં 41.18 ટકા વરસાદ વરસ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 43.35 ટકા વરસાદ પડ્યો છે.
આડ ડેમ છલકાયો
તો બીજી તરફ છોટાઉદેપુરના બોડેલી તાલુકાના રાજ વાસણા ગામ નજીક આવેલો આડ ડેમ છલકાયો હોવાનું સામે આવી રહ્યુ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આડ ડેમ ઓવરફ્લો થતા નયન રમ્ય દ્રશ્ય સામે આવ્યા છે. છોટાઉદેપુરમાં ચલામલી અને રાજ વાસણામાં પાણીની સમસ્યા ઉકેલવા માટે આડ ડેમનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આડ ડેમ છલકાતા ભૂગર્ભ જળના સ્તર ઉંચે આવશે. સિંચાઈના પાણીની વ્યવસ્થા થઈ જતા ખેડૂતો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
