Monsoon 2023: રાજ્યના 21 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ, સૌથી વધુ નવસારીના ચીખલીમાં સાડા ચાર ઈંચ-Video

|

Jul 12, 2023 | 8:10 PM

Gujarat Rainfall Update: રાજ્યમાં દિવસ દરમિયાન 21 તાલુકાઓમાં 1 ઈંચ કે તેથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 8 તાલુકાઓમાં 2 કે તેથી વધુ ઈંચ વરસાદ વરસ્યો હતો.

 

બુધવારે રાજ્યમાં દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. આજે એકંદરે વરસાદે વિરામ લીધો હતો. જોકે રાજ્યમાં દિવસ દરમિયાન 21 તાલુકાઓમાં 1 ઈંચ કે તેથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 8 તાલુકાઓમાં 2 કે તેથી વધુ ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ નવસારી જિલ્લાના ચીખલીમાં નોંધાયો છે. ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ અને ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં પણ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.

આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હતો. ડોલવરણમાં અઢી ઈંચ, કુકરમુંડા, ઉમરગામ, નવસારી અને નસવાડી માં બે બે ઈંચ વરસાદ નોંધાયો છે. હજુ આગામી દિવસોમાં ફરી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ICC Test Rankings: ટીમ ઈન્ડિયા નંબર-1, અશ્વિન બોલિંગમાં અને જાડેજા ટોપ પર, સ્ટીવ સ્મિથનુ સ્થાન નિચે સરક્યુ

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:10 pm, Wed, 12 July 23

Next Video