Monsoon 2023 : વલસાડના કાકડમટી ગામે સ્મશાનનો અભાવ, મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે નદીમાંથી લઇ જવાનો વારો, જુઓ Video
વલસાડમાં કાકાડમટી ગામે સ્મશાનના અભાવે મૃતદેહને અગ્નિસંસ્કાર માટે હાલાકીનો સામનો કરવો પડે છે. વલસાડના કાકાડમટીમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જવામાં આવે છે.
Monsoon 2023 : વલસાડમાં કાકડમટી ગામે સ્મશાનના અભાવે મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે હાલાકીનો સામનો કરવો પડે છે. વલસાડના કાકડમટીમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવા માટે બીજા ગામે લઈ જવામાં આવે છે. ગામમાં સ્મશાન ન હોવાથી ગ્રામજનોને હાલાકી વેઠવી પડે છે. દર ચોમાસામાં ગ્રામજનોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળે છે. કેટલીકવાર કમરસમા પાણીમાંથી પણ નદી પાર કરવાનો વારો આવે છે.
આ પણ વાંચો : Monsoon 2023: છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘકૃપા, કચ્છમાં સીઝનનો સૌથી વધુ વરસાદ વરસ્યો, જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓના 224 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે જામનગરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. તો તાલાલા, વીજાપુરમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. વેરાવળ, માંડવી, હારીજમાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
