Navsari Rain : નવસારીમાં ધોધમાર વરસાદના પગલે કાવેરી નદી પરનો ચેકડેમ પાણીમાં ગરકાવ, જુઓ Video
નવસારી જિલ્લામાં પણ આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. નવસારીના ચીખલી તાલુકાની કાવેરી નદી બે કાંઠે વહેવા લાગી છે. ભારે વરસસાદને પગલે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી કાવેરી નદી પરનો ચેકડેમ પાણીમાં ગરકાવ થયો છે.
Navsari Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી છે. નવસારી જિલ્લામાં પણ આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. નવસારીના ચીખલી તાલુકાની કાવેરી નદી બે કાંઠે વહેવા લાગી છે. ભારે વરસાદને પગલે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી કાવેરી નદી પરનો ચેકડેમ પાણીમાં ગરકાવ થયો છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
તો નવસારીમાં ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. તો જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આજે ભારે વરસાદના કારણે વાત્રક નદીમાં ભારે પાણીની આવક થતા ખેડા નિર્માણાધીન બ્રિજનો સપોર્ટ સ્કેફોલ્ડીંગ સામાન પાણીમાં વહ્યો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
