Gujarat Weather forecast : આજે રાજ્યમાં જામનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

|

Jul 06, 2023 | 7:46 AM

રાજ્યમ ભરમાં મેઘરાજાએ બે દિવસના વિરામ બાદ ફરી એક વાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વચ્ચે આજે ગુરુવારે આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,દાહોદ,નર્મદા,નવસારી, પંચમહાલ,પાટણ,સાબરકાંઠા, સુરત અને તાપી જિલ્લામાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Monsoon 2023 : રાજ્યભરમાં મેઘરાજાએ બે દિવસના વિરામ બાદ ફરી એક વાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ( Gujarat Rain) વરસાદ વચ્ચે આજે ગુરુવારે આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,દાહોદ,નર્મદા,નવસારી, પંચમહાલ,પાટણ,સાબરકાંઠા, સુરત અને તાપી જિલ્લામાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather forecast : આજે સુરત સહિત અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના, જુઓ Video

તો આજે અમદાવાદ, અમરેલી,ભરુચ,છોટાઉદેપુર,ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહીસાગર,મહેસાણા અને વડોદરામાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો વલસાડમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બોટાદ,મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આજે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે.

અંબાલાલ પટેલેની મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણના ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. સૌરાષ્ટ્રની નદીઓમાં પુર આવવાની તેમજ પાણી આવક વધવાની પણ સંભાવના અંબાલાલ પટેલે વક્ત કરી છે. 7 જુલાઈથી 12 જુલાઈ સુધી મેઘરાજા ગુજરાતને ધમરોળે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video