Gujarat Weather Forecast: આજે ભાવનગર સહિત રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના, જુઓ Video

|

Aug 20, 2023 | 7:32 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. આગામી 7 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. આગામી 7 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :Monsoon 2023 : ગુજરાતના મુખ્ય 207 જળાશયો 72.26 ટકા ભરાયા, સરદાર સરોવર ડેમમાં 74.80 ટકા જળસંગ્રહ થયો

તો બીજી તરફ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદ, ખેડા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, મહીસાગર જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં પણ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસટર્બન્સ સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

તો આ તરફ અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, મહીસાગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બનાસકાંઠા, ભરુચ, ગાંધીનગર, જામનગર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

તો આ તરફ અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, પાટણ, સુરત સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ છોટાઉદેપુર, નવસારી, પોરબંદર, તાપી સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video