Gujarat Weather Forecast : રાજ્યમાં આજે વલસાડ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયા ન ખેડવા સૂચના, જુઓ Video

| Edited By: | Updated on: Jul 18, 2023 | 7:20 AM

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ વરશે તેવી શક્યતા  છે. ગુજરાતના રિજયન, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં  પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Weather Forecast : હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ વરશે તેવી શક્યતા  છે. ગુજરાત રિજયન, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં  પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. આજે મંગળવારે રાજ્યમાં  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને ભાવનગર, વલસાડ, નવસારી, સોમનાથ, અમરેલી અને સુરત સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, જુઓ Video

રાજ્યમાં  23 જુલાઈ સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં  23 જુલાઈ સુધી વરસાદ વરસી શકે છે. તો બીજી તરફ 19 અને 20 જુલાઈના રોજ ભારે થી અતિભારે વરસાદ રહે તેવી સંભાવના છે. ભારે વરસાદની આગાહીના પગલે આગામી 5 દિવસ સાગર ખેડૂતોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં પણ આગામી 7 દિવસ ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

આજે મંગળવારે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદવાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, પોરબંદર, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો જૂનાગઢ, ખેડા,મહેસાણા, બોટાદ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, નવસારી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો