Gujarat Weather Forecast : આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના, જુઓ Video

| Edited By: | Updated on: Aug 19, 2023 | 7:22 AM

હવામાન વિભાગે અનુસાર આજે શનિવારે રાજ્યમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 2થી 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Monsoon 2023 : હવામાન વિભાગે અનુસાર આજે શનિવારે રાજ્યમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 2થી 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર કેટલાક સ્થળઓએ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Monsoon 2023 : ગુજરાતના 207 જળાશયમાં 74.24 ટકા જળસંગ્રહ, નર્મદા ડેમ 77.47 ટકા ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, જૂઓ Video

જોકે 2 દિવસ બાદ વરસાદનું જોર વધે તેવી સંભાવના છે. અને સાર્વત્રિક મેઘ મહેર થઇ શકે છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમને પગલે રાજ્યમાં વરસાદ પડી શકે છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગ અનુસાર આજે શનિવારે દાહોદ, ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી, બનાસકાંઠા, ભરુચ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહેસાણા, નર્મદા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

તો અરવલ્લી, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ અમદાવાદ,આણંદ, ભાવનગર, બોટાદ, ભાવનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો