Monsoon 2023 : ગુજરાતના 207 જળાશયમાં 74.24 ટકા જળસંગ્રહ, નર્મદા ડેમ 77.47 ટકા ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, જૂઓ Video

Monsoon 2023 : ગુજરાતના 207 જળાશયમાં 74.24 ટકા જળસંગ્રહ, નર્મદા ડેમ 77.47 ટકા ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, જૂઓ Video

Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 14, 2023 | 2:38 PM

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં કુલ સરેરાશ 80.69 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 136.06 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

Monsoon 2023 : આ વર્ષે ચોમાસામાં ગુજરાત તેમજ ઉપરવારમાં સારો એવો વરસાદ (Rain) વરસતા ગુજરાતના જળાશયોમાં (Water reservoirs) પાણીની સારી એવી આવક થઇ છે. જેના પગલે ગુજરાતના મુખ્ય 207 જળશયોમાં 74.24 ટકા જળસંગ્રહ થયો છે. એટલુ જ નહીં સરદાર સરોવર ડેમમાં પણ 77.47 ટકા જળસંગ્રહ થયો છે. જેના પગલે આવતા વર્ષે પાણીની સમસ્યા નહીં રહે તેવુ જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો-Rajkot : સરકાર અને નેફ્રોલોજી ડૉક્ટર્સ વચ્ચેની લડાઈમાં દર્દીઓને હાલાકી, ડાયાલિસિસના દર્દીઓને થઇ રહ્યા ધક્કા, જૂઓ Video

95 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં કુલ સરેરાશ 80.69 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 136.06 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. જેના પગલે ગુજરાતના 95 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થઇ છે.

207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ

ગુજરાતની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,58,797 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 77.47 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.25 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.48 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.06 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 65.68 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.86 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 64 જળાશયો

મહત્વનું છે કે, રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 64 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 31 જળાશયો મળી કુલ 95 જળાશયો હાઈ એલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 25 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 14 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">