Monsoon 2023 : જામનગરમાં ભારે વરસાદ વરસતા ઢાંઢર નદી પર આવેલા કોઝવે પર ફરી વળ્યા પાણી, Videoમાં જુઓ દ્રશ્યો

Monsoon 2023 : જામનગરમાં ભારે વરસાદ વરસતા ઢાંઢર નદી પર આવેલા કોઝવે પર ફરી વળ્યા પાણી, Videoમાં જુઓ દ્રશ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 2:23 PM

જામનગરના લાલપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બે કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતા ઢાંઢર નદીમાં જોરદાર પાણીનો પ્રવાહ વધ્યો છે. ભારે વરસાદના પગલે ઢાંઢર નદી પર આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યાં જામનગરના લાલપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બે કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતા ઢાંઢર નદીમાં જોરદાર પાણીનો પ્રવાહ વધ્યો છે. ભારે વરસાદના પગલે ઢાંઢર નદી પર આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જેના પગલે લાલપુર થી ભાણવડ અને પોરબંદર તરફ જતા વાહન વ્યવહારને અસર થઈ છે. કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો :Jammu Kashmir Encounter: પુંછ સેક્ટરમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ, સામે આવ્યું Pakistan કનેક્શન

તો બીજી તરફ આજે વલસાડ જિલ્લામાં પણ મોડી સાંજે વરસેલા વરસાદે તરાજી સર્જી હોવાનું સામે આવ્યુ છે. ભારે વરસાદે વાપી તેમજ વલસાડ શહેરમાં ઠેર- ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના પગલે લોકોની દુકાનો અને સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હોવાનું સામે આવ્યુ છે. વલસાડના વાપીના ગુંજન વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા દુકાનોમાં પાણી ઘુસ્યુ હતુ.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">