AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Breaking : વેરાવળની હીરણ નદીના કિનારે હજારો મરઘા સહિત અનેક પશુઓના મૃતદેહ તણાઈને આવ્યા, જુઓ Videoમાં ચોંકાવનારા દ્રશ્યો

Rain Breaking : વેરાવળની હીરણ નદીના કિનારે હજારો મરઘા સહિત અનેક પશુઓના મૃતદેહ તણાઈને આવ્યા, જુઓ Videoમાં ચોંકાવનારા દ્રશ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 8:57 AM
Share

ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદે તારાજી સર્જી હોવાની દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ત્યાં ગીર સોમનાથના વેરાવળના નાવદ્રા ગામ પાસેથી પસાર થતી હીરણ નદીના કિનારે હજારો મરઘાના મૃતદેહ તણાઈને આવ્યા છે.

Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મેધરાજા મૂશળધાર વરસી રહ્યાં છે. જેના પગલે ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદે તારાજી સર્જી હોવાની દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ત્યાં ગીર સોમનાથના વેરાવળના નાવદ્રા ગામ પાસેથી પસાર થતી હીરણ નદીના કિનારે હજારો મરઘાના મૃતદેહ તણાઈને આવ્યા છે.

આ પણ વાંચો :Gir Somnath : જિલ્લામાં અવિરત વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં જરૂરિયતમંદોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિસ્કીટ અને આહાર વિતરણ કરાયું

આ ઉપરાંત અનેક પશુઓના મૃતદેહ પણ તણાઈને આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો ભારે વરસાદના કારણે પાણીની આવક વધતા હિરણ 2 ડેમના 7 દરવાજા 27 ફુટ ખોલાયા હતા. તો વેરાવળ પંથકના ગામડાઓમાં પરિસ્થિ ખૂબ ગંભીર બની હતી.

તો બીજી તરફ ગીરસોમનાથમાં ભારે વરસાદના પગલે NDRF ની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તો પાણીની આફતમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">