Monsoon 2023: રાજકોટના ભાયાવદરમાં ધોધમાર વરસાદ બાદ પૂરના દ્રશ્યો આવ્યા સામે, બે ગાય નદીમાં તણાઈ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 03, 2023 | 1:26 PM

રાજકોટના ભાયાવદરમાં ધોધમાર વરસાદ બાદ પૂરના દ્રશ્યો સામે આવ્યા છે. ભાયાવદરમાં આવેલા ટીંબડી ગામથી પસાર થતી હીરા નદીમાં પૂર આવી જતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.

Rajkot : રાજકોટના ભાયાવદરમાં ધોધમાર વરસાદ બાદ પૂરના દ્રશ્યો સામે આવ્યા છે. ભાયાવદરમાં આવેલા ટીંબડી ગામથી પસાર થતી હીરા નદીમાં પૂર આવી જતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ચારેય તરફ પાણી જ પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદ બાદ હીરા નદી ગાંડીતૂર બની છે. હીરા નદીમાં પાણીની વધુ આવક થતા ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે.

આ પણ વાંચો : Rajkot : પ્લાસ્ટિક વેસ્ટના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ધોરાજીમાં 450 પ્લાસ્ટિક રિસાઇકલ ફેક્ટરીઓ કાર્યરત

નદીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેમાં બે ગાયો તણાઈને જતી રહી છે. જે બાદ બે આખલાઓ પણ પાણીમાં તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નદીનો ધસમસતો પ્રવાહ જોઈને જ લાગે છે જાણે નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ટીંબડી ગામના રોડ-રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે અને લોકોને મુશ્કેલી થઈ રહી છે. હીરા નદીનું પાણી ગામના ખેતરોમાં પણ ફરી વળ્યું છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો