Gujarat Weather forecast : આજે સુરત સહિત અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના, જુઓ Video

|

Jul 05, 2023 | 7:29 AM

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી કેટલાક દિવસ વરસાદથી રાહત મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તે વચ્ચે આજે બુધવારે અમદાવાદ, અમરેલી,બનાસકાંઠા,ભાવનગર,દાહોદ, જામનગર, જુનાગઢ, મહેસાણા, નર્મદા તેમજ સુરતમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

Monsoon 2023 : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી કેટલાક દિવસ વરસાદથી રાહત મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તે વચ્ચે આજે બુધવારે અમદાવાદ, અમરેલી,બનાસકાંઠા,ભાવનગર,દાહોદ, જામનગર, જુનાગઢ, મહેસાણા, નર્મદા તેમજ સુરતમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather forecast : આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી,જુઓ Video

આ ઉપરાંત વલસાડ,અરવલ્લી અને આણંદમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ આજે છોટા ઉદેપુર,દેવભૂમિ દ્વારકા, મોરબીમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

બીજી તરફ આજે બુધવારે પોરબંદર,પંચમહાલ,સાબરકાંઠામાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો રાજકોટમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં અનેક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ વરસે તેવી સંભાવના પણ જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં 6 જૂલાઈથી વરસાદનું જોર વધશે

ગુજરાતમાં 6 જૂલાઈથી વરસાદનું જોર વધે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 6 તારીખથી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 7 અને 8 જૂલાઈએ વધુ વરસાદ થવાની સંભાવના છે. સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ તો પડશે જ સાથોસાથ કેટલાક જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની ખાબકવાની સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video