Banaskantha Rain: પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 09, 2023 | 10:12 AM

બનાસકાંઠાના પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે જગાણા, ભાગળ, કાણોદર, લાલાવાડા ગામોમાં ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

Gujarat Rain : રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. તેવામાં આજે બનાસકાંઠામાં પણ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે જગાણા, ભાગળ, કાણોદર, લાલાવાડા ગામોમાં ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો :Rain In Banaskantha: અમીરગઢમાં ભારે વરસાદ, મગફળીના વાવેતરમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત, જુઓ Video

તો બીજી તરફ બનાસકાંઠાનું ઢીમા ગામના દ્રશ્યો જોઈ તમને લગાતું હશે કે, આ તળાવ છે. પરંતુ આ એક શાળાનું ગ્રાઉન્ડ છે. જેમાં વરસાદી પાણી ભરાયા છે. જેના પગલે પ્રાથમિક-માધ્યમિક શાળાના 800 વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. દર ચોમાસામાં ભરાય જતા પાણીને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્રસ્ત છે. અનેક રજૂઆત બાદ પણ તંત્ર મસ્ત છે. સાક્ષરતા પ્રાપ્ત કરવા આવતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની અવગણના તંત્ર કરી રહ્યું છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો