Monsoon 2023 : અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી, ગુજરાતમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના, જુઓ Video

ગુજરાતમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ મઘા નક્ષત્ર બેસવાથી મંગળની રાશિમાં પરિવર્તન આવશે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 1:11 PM

Monsoon 2023 : જુન અને જુલાઈ મહિનામાં રાજ્યમાં વરસાદે ધરતીને જાણે કે તરબોળ કરી નાખી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. વરસાદની પેટર્નમાં બદલાવ કહો કે અન્ય કારણ પરંતુ સિઝનના સરેરાશ વરસાદ કરતા વધુ વરસાદ જૂન અને જુલાઈમાં જ વરસી ગયો છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિ ટકાવારીની દ્રષ્ટિએ એકંદરે સારી છે પરંતુ હવે મુદ્દો છે વરસાદે લીધેલા વિરામનો છે. લગભગ 22 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે અને રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે.

આ પણ વાંચો : Monsoon 2023 : ગુજરાતના મુખ્ય 207 જળાશયો 72.26 ટકા ભરાયા, સરદાર સરોવર ડેમમાં 74.80 ટકા જળસંગ્રહ થયો

ખેડૂતોની દ્રષ્ટિએ આ વિરામ થોડો લાંબો કહી શકાય છે. ભારતમાં વરસાદ અને ખેતી એ રીતે જોડાયેલા છે કે જેમાં સમયસર અને માફકસરનો વરસાદ જ ખેતી અને ખેડૂતને ઉન્નત કરી શકે છે. હવે વરસાદે લીધેલો વિરામ લાંબો ખેંચાય તો ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. પાકમાં ખેડ થઈ ચુકી છે અને હવે જરૂર છે એ પાકને વરસાદના પાણીની. જો હજુ લાંબો સમય વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાણીના અન્ય વિકલ્પ ખુલ્લા કરવા પડશે જે હાલના તબક્કે કદાચ પોષાય એમ નથી. ગુજરાતમાં હવે વરસાદ આવશે તો ક્યારે આવશે ? રાજ્યમાં હવે પછી વરસાદી સિસ્ટમ બનશે તો ક્યારે બનશે ?

અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી

ગુજરાતમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ મઘા નક્ષત્ર બેસવાથી મંગળની રાશિમાં પરિવર્તન આવશે છે. પરિણામે રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે. જેના કારણે ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. જે અંતર્ગત સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા અને પેટલાદમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">