અરવલ્લીમાં વિરામ બાદ ધોધમાર વરસાદ, મોડાસામાં સાડા ત્રણ ઈંચ ખાબક્યો, જુઓ વીડિયો

|

Jul 15, 2024 | 10:09 AM

મોડાસા શહેરમાં નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના તિરંગા સર્કલ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત મેઘરજ અને ધનસુરામાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.

અરવલ્લી જિલ્લામાં વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા અને માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મધ્યરાત્રી બાદ ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મોડાસામાં સાડા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. એટલે કે 90 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે માલપુરમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

મોડાસા શહેરમાં નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના તિરંગા સર્કલ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત મેઘરજ અને ધનસુરામાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના વિજયનગમાં પણ પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video