પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમને લખ્યો પત્ર, આ કાયદામાં ફેરફાર કરવા અંગે કરી રજૂઆત- વીડિયો

|

Jan 11, 2024 | 11:04 PM

પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા બાદ હવે સુરતના વરાછાથી ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પણ સીએમને પત્ર લખી લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માગ કરી છે. ધારાસબ્ય કુમાર કાનાણીએ રમણલાલ વોરાને જાહેર સમર્થન કર્યુ છે.

પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા બાદ હવે સુરતના વરાછાથી ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પણ સીએમને પત્ર લખી લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માગ કરી છે. થોડા દિવસ પહેલા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.

આ પત્રને ધારાસભ્ય કુમાર કાનાણીએ સમર્થન કર્યું છે. સાથે જ કુમાર કાનાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. રમણલાલ વોરાએ લખેલા પત્રનું કુમાર કાનાણીએ સમર્થન કર્યું છે.

આ પણ વાંચો: ભાવનગર રાજકોટ હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત- વીડિયો

તમને જણાવી દઈએ કે, રમણલાલ વોરાએ માગ કરી હતી કે, લગ્નની નોંધણીમાં વાલીઓની સહી ફરજીયાત કરવામાં આવે સાથે જ રમણલાલ વોરાએ સૂચન કર્યું હતું કે, દીકરી જે શહેરમાં રહેતી હોય તે જ શહેરની સ્થાનિક કોર્ટમાં જ લગ્ન નોંધણી થવી જોઈએ. આ મામલે કુમાર કાનાણીએ પણ સમર્થન જાહેર કરીને કહ્યું કે, હાલ આ કાયદામાં સુધારો કરવાની સમયની માંગ છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video