Gujarati VIDEO: ‘એસોસિએશન મુસાફરો સાથે દાદાગીરી કરી રહ્યું છે’, ખાનગી બસને લઈને MLA કુમાર કાનાણીનુ મહત્વનું નિવેદન
ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે, લોકોને હેરાન કરવા અને પરેશાન કરવા ખાનગી બસ એસોસિએશન મનમાની કરી રહ્યા છે, કારણ કે 7 વાગ્યા પહેલા શહેરમાં પ્રવેશ કરવા અંગે કોઈ જ મનાઈ નથી.
ખાનગી લકઝરી બસ શહેરમાં નહિં પ્રવેશવાના કારણે આજે વહેલી સવારથી જ વાલક પાટિયા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે આ અંગે ધારાસભ્ય કુમાર કાનાણીનુ નિવેદન પણ સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, લોકોને હેરાન કરવા અને પરેશાન કરવા ખાનગી બસ એસોસિએશન મનમાની કરી રહ્યા છે, કારણ કે 7 વાગ્યા પહેલા શહેરમાં પ્રવેશ કરવા અંગે કોઈ જ મનાઈ નથી. એસોસિએશન તેનો વિજય થયો છે તે સાબિત કરવા માગે છે અને તેના કારણે જ તેઓ આ રીતે મુસાફરો સાથે દાદાગીરી કરી રહ્યા છે.
બસ શહેરની બહાર રોકવાનો કોઈ અર્થ નથી
વધુમાં કહ્યું કે, જોશહેરની બહાર ઉતારવામા આવે છે તો ટિકિટ પર 200 રૂપિયા ઓછા વસુલ કરવા જોઈએ. બસ શહેરની બહાર રોકવાનો કોઈ અર્થ નથી.ટ્રાફિકની સમસ્યાથી રાહત મળે તેનુ ધ્યાન રાખવુ જોઈએ.
આપને જણાવી દઈએ કે, સુરતમાં ખાનગી બસ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ 21 ફેબ્રુઆરીથીતમામ લકઝરી બસો સુરત બહાર થી ઉપડશે અને સવારે બહારથી આવતી તમામ બસો પણ શહેર બહાર જ ઉભી રહેશે.મહત્વનું છે કે શહેરમાં સવારે-રાત્રે થતા ટ્રાફિકને લઈ નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરત શહેરમાં દરરોજ 500 થી વધુ બસોની આવન જાવન રહે છે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને અમદાવાદની બસો હોય છે.
(વીથ ઈનપુટ- બળદેવ સુથાર,સુરત)