AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીવાદી વિચારધારાવાળા આ MLA ને કારનો નથી મોહ ! એસટી બસમાં જ કરે છે મુસાફરી, જુઓ VIDEO

ગાંધીવાદી વિચારધારાવાળા આ MLA ને કારનો નથી મોહ ! એસટી બસમાં જ કરે છે મુસાફરી, જુઓ VIDEO

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 7:17 AM
Share

લોકોએ ધારાસભ્યને મોંઘીદાટ કારમાં મુસાફરી કરતા જોયા હશે. પરંતુ આવો અમે તમને એક એવા ધારાસભ્ય વિશે જણાવીશુ.  જે 1985 થી માત્ર એસટી બસમાં જ મુસાફરી કરે છે.

Mehsana : એસટી બસમાં ધારાસભ્યની સીટ રિઝર્વ હોય છે. તે વાંચી લોકો હાંસી ઉડાવતા હોય છે કે ધારાસભ્ય અહીં થોડા બેસવાના. કેમ કે લોકોએ ધારાસભ્યને મોંઘીદાટ કારમાં મુસાફરી કરતા જ જોયા હોય છે. પરંતુ આવો અમે તમને એક એવા ધારાસભ્ય વિશે જણાવીશુ.  જે 1985 થી માત્ર એસટી બસમાં જ મુસાફરી કરે છે. જુઓ આ છે કડી બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય કરશન સોલંકી. જેમણે AC કાર અને લાલ લાઈટ વાળી કારનો બિલકુલ મોહ નથી. ગાંધીનગર સચિવાલય સુધી મીટિંગોમાં એસટી બસમાં જ જાય છે. અત્યાર સુધીની રાજકીય કારકિર્દીમાં કારનો ઉપયોગ કયારેય કર્યો નથી.

આ MLA એ રાજકીય કારકિર્દીમાં કારનો કર્યો નથી ઉપયોગ

કરશન સોલંકી સચિવાલય, વિધાનસભા અને પોતાના વિસ્તારમાં કાકાના હુલામણા નામથી જાણીતા છે. તેઓ એક પણ દિવસ પોતાની ગાડીનો ઉપયોગ કરતા નથી. તેમની પાસે પોતાની માલિકીની એક પણ ગાડી પણ નથી. જ્યારે ગાંધીનગર આવે ત્યારે કોઈની પાસે લિફ્ટ લઈને અથવા તો એસ.ટી. બસમાં આવે છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">