Gujarati Video : બિલ્ડર જેરામ કુંડારિયા કેસમાં આવ્યો નવો વળાંક, વાયરલ સુસાઇડ નોટમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નામ !

| Edited By: | Updated on: Apr 12, 2023 | 3:43 PM

Rajkot News : ગત શુક્રવારે બિલ્ડર જેરામ કુંડારિયાએ ઉંઘની ગોળીઓ ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં વ્યાજખોરોના ત્રાસના કારણે ઊંઘની ગોળીઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી હતી.

રાજકોટમાં જાણીતા બિલ્ડર જેરામ કુંડારિયાના આપઘાતના પ્રયાસના કેસમાં નવો વળાંક આવ્યો છે. જેરામ કુંડારિયાની કથિત સુસાઈડ નોટ વાયરલ થઇ છે. વાયરલ સુસાઇડ નોટમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નામ આવતા ખળભળાટ મચ્યો છે. કાંતિ અમૃતિયાની સાથે ટી.ડી.પટેલ, વી.ટી.તુરખીયાના નામનો પણ ઉલ્લેખ છે. જો કે જેરામ કુંડારિયાની કથિત વાયરલ સુસાઈડ નોટની TV9 ગુજરાતી કોઇ પુષ્ટી કરતું નથી. સાથે જ પોલીસે પણ બિલ્ડરની વાયરલ સુસાઇડ નોટ અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી.

આ પણ વાંચો-Gujarati Video : કાર કે બાઇક નહીં, મોંઘી સાઇકલ લઇને ચોર થયો રફુચક્કર, ચોરીની ઘટના CCTVમાં કેદ

પોલીસે બે વ્યક્તિ સામે નોંધ્યો છે ગુનો

ગત શુક્રવારે બિલ્ડર જેરામ કુંડારિયાએ ઉંઘની ગોળીઓ ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં વ્યાજખોરોના ત્રાસના કારણે ઊંઘની ગોળીઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી હતી. જેરામ કુંડારિયાએ 2.40 કરોડના 24 કરોડ ચૂકવ્યા છતાં વ્યાજખોર રૂપિયાની માગણી કરતો હોવાના આક્ષેપ થયો હતો. યુનિવર્સિટી પોલીસે આ કેસમાં બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

ધારાસભ્ય કાંતિ અમૃતિયાની સ્પષ્ટતા

આ મામલે કાંતિ અમૃતિયાએ TV9 સાથે ટેલિફોનિક વાતચીતમાં ઉલ્લેખ કર્યો છે કે બિલ્ડરે અત્યાર સુધીમાં જે બંગલા બનાવ્યા છે તે ભાગીદારીમાં બનાવ્યા છે. એ જમીન પણ મારા નામે નથી. બંગલા પણ મારા નામે નથી અને બંગલા વેચાતા પણ નથી. મારે આ મામલામાં કોઇ લેવા દેવા નથી. આ પ્રકારનો આક્ષેપ ખોટો છે. આ મામલે કોઇ પોલીસ તપાસ થશે તો હું તેમાં સહયોગ આપવા તૈયાર છુ. પોલીસ જે માહિતી માગશે તે હું આપીશ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 12, 2023 03:42 PM