Surat: સુરત પાલિકાને રખડતા ઢોરની ફરિયાદ કરનારનુ નામ જાહેર કરતા MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યા સવાલ, કાર્યવાહીની કરી માંગ, જુઓ Video

Surat: સુરત પાલિકાને રખડતા ઢોરની ફરિયાદ કરનારનુ નામ જાહેર કરતા MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યા સવાલ, કાર્યવાહીની કરી માંગ, જુઓ Video

author
| Edited By: | Updated on: Sep 12, 2023 | 4:37 PM

MLA કુમાર કાનાણીએ કહ્યુ હતુ કે, મારા વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ આવેલ છે અને જ્યાં ગાયો રખડી રહી છે. આ બાબતે એક જાગૃત નાગરીકે ફરિયાદ મનપાને કરી હતી. જે પ્રશ્નનુ નિરાકરણ તો ના આવ્યુ પરંતુ હવે જુદા જુદા લોકો આવીને ફરિયાદી છે એનુ નામ વિસ્તારમાં પુછે છે, કે આ ક્યા રહે છે. આમ ફરિયાદી માટે ડર પેદા થયો છે.

સુરત મહાનગર પાલિકાને ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખીને સવાલ ઉઠાવ્યા છે. કમિશ્નરને પત્ર લખીને સવાલ કર્યા છે કે, રજૂઆત કરનારા ફરિયાદીઓને કંઈ થાય તો જવાબદારી કોની રહેશે. જો કોઈ નાગરીક સમસ્યાઓને લઈ ફરિયાદ કરે અને એ સમસ્યાઓના નિરાકરણ કરવાને બદલે સારા નાગરીકો એટલે કે ફરિયાદીના નામ જાહેર કરવામાં આવે તો, એની પર કોઈ હુમલો કરે તો તેની સુરક્ષાનુ શુ એવો સવાલ કરવામા આવ્યો છે.

આ પણ વાંચોઃ Vadodara: શિનોરમાંથી પસાર થતી નર્મદા નિગમની અમરેશ્વર બ્રાંચ કેનાલમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય, જુઓ Video

કુમાર કાનાણીએ કહ્યુ હતુ કે, મારા વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ આવેલ છે અને જ્યાં ગાયો રખડી રહી છે. આ બાબતે એક જાગૃત નાગરીકે ફરિયાદ મનપાને કરી હતી. જે પ્રશ્નનુ નિરાકરણ તો ના આવ્યુ પરંતુ હવે જુદા જુદા લોકો આવીને ફરિયાદી છે એનુ નામ વિસ્તારમાં પુછે છે, કે આ ક્યા રહે છે. આમ ફરિયાદી માટે ડર પેદા થયો છે. ફરિયાદીનનુ નામ જાહેર કરનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આમ કરવાની ફરિયાદો જ ના ઉઠે એવુ વાતાવરણ પેદા થયુ છે. એક તરફ રખડતા ઢોર મોટો પ્રશ્ન બની રહ્યો છે અને બીજી તરફ ફરિયાદી માટે ફરિયાદ કરવાથી મોટી સમસ્યા સર્જાઈ રહી છે.

 

 સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 12, 2023 04:33 PM