Rajkot પોલીસ કમિશનર વસુલી કેસની તપાસ ડીજીપી વિકાય સહાયને સોંપાઇ, MLA ગોવિંદ પટેલ આજે ગૃહ રાજ્યપ્રધાનને મળશે

|

Feb 07, 2022 | 10:16 AM

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ 1991ની બેચના IPS છે. જ્યારે વિકાસ સહાય તેમનાથી બે વર્ષ સિનિયર એટલે કે 1989 બેંચના IPS હોવાનું સરકારને પોલીસ મેન્યુએલ જોઇને ધ્યાન પર આવતાં આખરે આખા આ કેસની તપાસ વિકાસ સહાયને સોંપવામા આવી છે.

તો રાજકોટ (Rajkot)ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ મનોજ અગ્રવાલ પર વસૂલીના આક્ષેપનો મુદ્દે ધારાસભ્ય ગોવિંદ પટેલ (MLA Govind patel) આજે ગાંધીનગર જશે. ગૃહ રાજ્યપ્રધાન સાથે મુલાકાત કરીને તેઓ આ સમગ્ર કેસની વાત કરશે. પોતે લખેલા પત્ર અંગે સરકારમાં વિગતવાર રજૂઆત કરશે. તો ગોવિંદ પટેલે લખેલા લેટરની સત્યતાની તપાસ કરવાના આદેશ સરકારે ટ્રેનિંગ વિભાગના ડીજીપી વિકાય સહાયને સોંપી છે.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 70 લાખની વસૂલી કરી હોવાનો આક્ષેપ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે લગાવ્યો છે. ગોવિંદ પટેલે લખેલા લેટરની સત્યતાની તપાસ કરવાના આદેશ સરકારે ટ્રેનિંગ વિભાગના ડીજીપી વિકાય સહાયને સોંપી છે. પોલીસ કમિશનર લેવલના ઉચ્ચ હોદ્દાની તપાસ તેમની નીચેનો હોદ્દા ધરાવતા એસીપીને સોંપાતા ઉહાપોહ થયો હતો અને ઘીના ઠામમાં ઘી પાડવાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારે આની ચારેકોરથી ટીકા પણ થતાં તાત્કાલિક અસરથી સરકારે ડીજીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવાનો આદેશ થયો છે. પોલીસના મેન્યુઅલ પ્રમાણે, જે હોદ્દાનો અધિકારી ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો હોય તેના કરતાં સિનીયર અધિકારીને તપાસ સોપવામાં આવે તેમ સરકારના ધ્યાન પર આવતાં જ તાત્કાલિક તાલીમ વિભાગના ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપવામાં આવી છે.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ 1991ની બેચના IPS છે. જ્યારે વિકાસ સહાય તેમનાથી બે વર્ષ સિનિયર એટલે કે 1989 બેંચના IPS હોવાનું સરકારને પોલીસ મેન્યુએલ જોઇને ધ્યાન પર આવતાં આખરે આખા આ કેસની તપાસ વિકાસ સહાયને સોંપવામા આવી છે. આ અંગે વિકાય સહાયે જણાવ્યું છે કે, આ કેસની તપાસ ચાલુ કરી દીધી છે. નિવેદન લેવાની કાર્યવાહી પણ તાત્કાલિક અસરથી કરવામાં આવશે..

મળતી માહિતી પ્રમાણે, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વાંરવાર અમદાવાદ એસજી હાઈવે ઉપર એક ઉદ્યોગપતિની ઓફિસમાં આવતા હતા અને તેમની સૂચના પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી મારફતે તપાસનો દોર કરાવતા હતા. આ બાબતે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ઉદ્યોગપતિના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવે તો અન્ય કેસોનો પણ પર્દાફાશ થઈ શકે તેમ છે.

રાજકોટના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે રાજકોટના ઉદ્યોગપતિ સાથે થયેલી 12 કરોડની છેતરપિંડીના કિસ્સાને ટાંકી પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ગઢવી, પીએસઆઈ સાખરાએ આ ઉઘરાણી માટે 15 ટકા માગ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તથા અત્યાર સુધીમાં 75 લાખ પડાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તો સાથે જ હજુ 30 લાખ માટે દબાણ કરતા હોવાનું બહાર આવ્યું છે. તેવામાં રાજ્ય પોલીસ વડાએ આખી તપાસ અન્ય આઈપીએસ અધિકારીને સોંપી છે.

આ પણ વાંચો-

Ahmedabad: ક્રિડા ભારતી દ્વારા આયોજીત સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં 115 લોકોએ સતત 108 સૂર્ય નમસ્કાર કર્યા

આ પણ વાંચો-

Letter bomb-સોની વેપારીની વ્યથા, કલાકો સુધી ક્રાઇમ બ્રાન્ચમાં બેસાડી રાખતા, પીઆઇએ લાફા ઝીંક્યા

 

Published On - 9:59 am, Mon, 7 February 22

Next Video