પ્રાંત અધિકારીની હાજરીમાં તાલુકા પ્રમુખને મારવા બદલ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ – જુઓ Video

પ્રાંત અધિકારીની હાજરીમાં તાલુકા પ્રમુખને મારવા બદલ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ – જુઓ Video

| Edited By: | Updated on: Jul 06, 2025 | 3:25 PM

નર્મદા જિલ્લામાં યોજાયેલી તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન લાફાકાંડને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. જણાવી દઈએ કે, બેઠક દરમિયાન ચર્ચા ગરમાઈ હતી અને અને કેટલાક નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી હતી.

નર્મદા જિલ્લામાં યોજાયેલી તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન લાફાકાંડને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. આ બેઠક દરમિયાન AAPના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે સાગબારા તાલુકા પંચાયતની મહિલા પ્રમુખ ચંપા વસાવાને અપશબ્દ કહ્યા હતા. ઘટનાના પગલે ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પડતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

મનસુખ વસાવાનું નિવેદન

સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના વર્તનને અયોગ્ય ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, “ચૈતર વસાવા ધારાસભ્ય છે, તેમને આવું કૃત્ય શોભતું નથી. જો ગુનો કર્યો છે, તો કાર્યવાહી થવી જોઈએ, એમાં કોઈ જ નવી વાત નથી.” મનસુખ વસાવાએ વધુમાં એ પણ કહ્યું કે, ‘ગુનો એ કરે છે અને આરોપ અમારા પર મૂકે છે.”

બીજું કે, AAPના સમર્થકો દ્વારા ભાજપ સામે કરેલા આક્ષેપોને પણ ફગાવવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે, “ભાજપના ઈશારે કંઈ થયું નથી, હુમલો કર્યો છે એટલે કાર્યવાહી થશે. જો કોઈ પ્રશ્ન હતો તો અધિકારીઓને કહેવું હતું, આવી રીતે હુમલો કરવો યોગ્ય નથી.”

જાનથી મારવાનો પ્રયાસ

નોંધનીય છે કે,વિવાદ વધુ ઉગ્ર બનતા ચૈતર વસાવાએ ટેબલ ઉપર પડેલ તૂટેલો કાચનો ગ્લાસ લઈને ફરિયાદીને માથાના ભાગમાં મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ ઘટનામાં પોલીસે આડો હાથ કરતાં ફરિયાદી બચી ગયો હતો.

પોલીસ હાજર હોવા છતાં ચૈતર વસાવાએ મારામારીનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. સૂત્રો અનુસાર, ચૈતર વસાવાએ ફરિયાદીને કહ્યું હતું કે, “આજે તો તને મારી નાખીશ!.” જો કે, આ ઘટનાની પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો