Rajkot : ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ, પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી, જુઓ વીડિયો

|

Apr 19, 2024 | 11:42 AM

આજે અમિત શાહ અને સી. આર. પાટીલ લોકસભાનું ઉમેદવારી નોંધાવાના છે. ત્યારે ગઈ કાલે સાંજે રાજકોટ ભાજપ કાર્યલયમાં તોડફોડ કરવાનો પ્રસાય કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસે કાર નંબર અને CCTVના આધારે આરોપીઓને શોધવા તપાસ હાથ ધરી છે.

લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે આજે અમિત શાહ અને સી.આર.પાટીલ ઉમેદવારી ફોર્મ નોંધાવાના છે. ત્યારે રાજકોટમાં ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાંલાકી આ પ્રયાસ નિષ્ફળ ગયો છે. ચાર શખ્સો શંકાસ્પદ હાલતમાં ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા. પરંતુ તાત્કાલિક પોલીસ આવી જતા ચારેય શખ્સો નાસી છૂટ્યા હતા.

પોલીસે કારના નંબર અને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. એક દિવસ પહેલા મધ્યસ્થ કાર્યાલયના પડદાં સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. ચોકીદાર જાગી જતા બુકાનીધારી શખ્સ ફરાર થઇ ગયો હતો. ભાજપ સામે વિરોધ કે પછી અરાજકતા ફેલાવવાનું કૃત્ય તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video