Valsad : ગઠિયાએ મહિલાને વાતમાં ભેળવી ચેન અને સોનાની બંગડી લઈ થયો ફરાર, જુઓ Video
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પારડી તાલુકા ખાતે આવેલા એકલિંગ મહાદેવ મંદિરમાં મહિલાના સોનાના ઘરેણાં ગઠિયો સેરવી ગયો હોવાની ઘટના બની છે. મહિલાને ગઠિયાએ વાતમાં લઈ ચેન અને સોનાની બંગડી લઈ ત્યથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના CCTV વીડિયો સામે આવ્યા છે. સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. પારડી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ચોર સોનાના ઘરેણાં સેરવી ગયા હોવાની ઘટના સામે આવી છે. પારડી તાલુકા ખાતે આવેલા એકલિંગ મહાદેવ મંદિરમાં મહિલાના સોનાના ઘરેણાં લઈ ગઠિયો ફરાર થયો છે. મહિલાને ગઠિયાએ વાતમાં લઈ મહિલાની ચેન અને સોનાની બંગડી લઈ ફરાર થયો હતો.
મંદિરમાં કામ કરતી મહિલાને વિશ્વાસમાં લઇ સોનાના ઘરેણાં ઉતારી લેવાયા હોવાની ઘટના બની છે. ચોરીની ઘટનામાં કુલ રૂપિયા 1.25 લાખના સોનાના ઘરેણાં લઈ ગઠિયો ફરાર થયો છે. સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. પારડી પોલીસે સીસીટીવી લઈ આ સમગ્ર તપાસ હાથ ધરી.
Follow Us
Loading...
Unable to load recommendations.