આજનું હવામાન : ગુજરાત પર ફરી ચક્રવાતનું સંકટ ! જાણો ક્યારે ક્યાં ખાબકશે કમોસમી વરસાદ, જુઓ Video
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવેમ્બર મહિનાના અંતમાં ફરી માવઠા જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. બંગાળના ઉપમહાસાગરમાં આગામી સમયમાં વાવાઝોડું ઉદભવે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે. આજથી આગામી 3 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીથી રાહત મળી શકે છે. જો કે પૂર્વ દિશાના પવન ફૂંકાતા આગામી 3 દિવસ ગુજરાતમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. તેમજ આગામી દિવસોમાં 2થી3 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે.
ગુજરાતમાં ફરી માવઠાની આગાહી !
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવેમ્બર મહિનાના અંતમાં ફરી માવઠા જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. બંગાળના ઉપમહાસાગરમાં આગામી સમયમાં વાવાઝોડું ઉદભવે તેવી આગાહી કરવામાં આવી છે. આજથી હવાનું હળવું દબાણ બનવાની શક્યતા છે. જો કે 19 નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જેના પગલે ડિસેમ્બર મહિનામાં માવઠાની શક્યતામાં વધારો છે.
