ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું એલર્ટ, અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

| Updated on: Aug 11, 2026 | 9:46 AM

અમદાવાદ શહેરમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે અને અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Ahmedabad :  ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, મહીસાગર અને ખેડા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ, મહીસાગર અને ખેડામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, મહીસાગર અને ખેડા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વરસાદની સાથે ગાજવીજ અને પવનની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

આ જિલ્લાઓમાં યેલો એલર્ટ

રાજ્યના અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા અને સુરતનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ તથા દાદરા અને નગર હવેલીમાં પણ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ

બીજી તરફ અમદાવાદ શહેરમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે અને અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

હવામાન વિભાગ દ્વારા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Breaking News : વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની શક્યતા

 

Published on: Aug 11, 2026 09:34 AM
Follow Us
Loading...
Unable to load recommendations.