આજનું હવામાન : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના, જુઓ Video

આજનું હવામાન : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના, જુઓ Video

| Updated on: Feb 08, 2025 | 11:11 AM

હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત - સૌરાષ્ટ્રમાં પવન ફૂંકાય તેવી આગાહી કરી છે. 45 થી 55 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત – સૌરાષ્ટ્રમાં પવન ફૂંકાય તેવી આગાહી કરી છે. 45 થી 55 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. પ્રેશર ગ્રેડિયન્ટ વધતા હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધતા ઠંડી ઘટે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન રહેતા ઠંડીમાં ઘટાડો થશે.

રાજ્યમાં પવન ફૂંકાવવાની શક્યતા

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 2 દિવસ રાજ્યમાં 15 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 8 ફેબ્રુઆરીમાં પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.જૂનાગઢ, કચ્છ અને રાજકોટમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

Published on: Feb 08, 2025 07:57 AM