Weather Update : બેવડી ઋતુનો માર સહન કરવા થઈ જાય તૈયાર ! રાજ્યમાં ક્યાંક હિટવેવ તો ક્યાંક કમોસમી વરસાદના એંધાણ

|

Mar 12, 2023 | 9:23 AM

હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈ મોટી આગાહી કરી છે.આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોર રહેશે.તો આગામી 48 કલાકમાં હિટવેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના નાગરિકો બેવડી ઋતુનો માર સહન કરવા થઈ જાય તૈયાર…જી હા . હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈ મોટી આગાહી કરી છે.આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે.તો આગામી 48 કલાકમાં હિટવેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.જેમાં પોરબંદર, ભુજ અને અમરેલી જિલ્લામાં હિટવેવ રહેશે.જ્યાં પાંચ ડિગ્રી કરતા પણ વધારે પારો ઉપર જઈ શકે છે.તો રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે.

 13 થી 15 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી

તો બીજી તરફ કાળઝાળ ગરમી બાદગ આ 13 થી 15 માર્ચ સુધી કમોસમી વરસાદનીગામી 13 થી 15 માર્ચ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

મહત્વનું છે કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ કમોસમી વરસાદ નોંધાઇ રહ્યો છે. 13 માર્ચથી કેટલાક દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતમાં વરસાદના કારણે તાપમાન ઘટે જેથી રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે. માર્ચ એન્ડ સુધી ડબલ સિઝન રહી શકે છે.

Published On - 7:35 am, Sun, 12 March 23

Next Video