આજનું હવામાન : હવે મેઘરાજા ઉત્તર ગુજરાતમાં કરશે તોફાની બેટિંગ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસશે ધોધમાર, જુઓ Video

| Updated on: Sep 05, 2024 | 9:27 AM

ઉત્તર ગુજરાતની ધરતી હજુ તરબોળ થઇ નથી, હજુ પણ અહીં વરસાદની ઘટ છે, ત્યારે હવે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત માટે ધોધમારની આગાહી કરી છે. બનાસકાંઠા અને પાટણમાં સારો વરસાદ જોવા મળી શકે છે.

ઉત્તર ગુજરાતની ધરતી હજુ તરબોળ થઇ નથી, હજુ પણ અહીં વરસાદની ઘટ છે, ત્યારે હવે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત માટે ધોધમારની આગાહી કરી છે. બનાસકાંઠા અને પાટણમાં સારો વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપ્યુ છે.

વરસાદની કુલ ત્રણ સિસ્ટમ છે સક્રિય

ગુજરાતના અન્ય ઝોનમાં હાલ 100 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે. જોકે ઉત્તર ગુજરાતમાં જોઇએ તેવો વરસાદ હજુ પણ પડ્યો નથી, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત માટે ધોધમાર વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ જોવા મળી શકે છે. આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું પણ માનવું છે કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે.

ચાલુ સિઝનમાં રાજ્યમાં 118 ટકા વરસાદ

મહત્વનું છે કે રાજ્યમાં 25થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઇ ગયું હતું. જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયું છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં 118 ટકા વરસાદ પડ્યો છે.

Published on: Sep 05, 2024 08:02 AM