બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું, પરંતુ હવામાન વિભાગ કહે છે સાર્વત્રિક વરસાદ પડશે

|

Jul 17, 2024 | 2:48 PM

ગઈકાલ મંગળવાર સવારના છ વાગ્યાથી આજે બુધવાર સવારના છ વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 158 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના પાટણ વેરાવળ તાલુકામાં 131 મીલીમીટર વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનુ જોર ઘટ્યું હોવા છતા, હવામાન વિભાગ, આગામી પાંચ દિવસમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી કરી છે. ગુજરાત ઉપર સર્જાયેલ વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સરક્યુલેશન, શિયરઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, ગુજરાતમાં નોંધપાત્ર સાર્વત્રિક વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા સહિતના જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ માછીમારોને હાલમાં માછીમારી માટે દરિયા ના ખેડવા માટે સુચના આપવામાં આવી છે.

દરમિયાન મંગળવાર સવારના છ વાગ્યાથી આજે બુધવાર સવારના છ વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 158 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના પાટણ વેરાવળ તાલુકામાં 131 મીલીમીટર વરસાદ વરસ્યો છે.

Next Video