ગુજરાતમાં ઠંડીનો પારો ગગડીને પહોચ્યો 8. 4 ડિગ્રીએ, 48 કલાક યથાવત રહેશે તાપમાન

ગુજરાતમાં ઠંડીનો પારો ગગડીને પહોચ્યો 8. 4 ડિગ્રીએ, 48 કલાક યથાવત રહેશે તાપમાન

| Edited By: | Updated on: Dec 19, 2025 | 3:14 PM

આજે 19મી ડિસેમ્બરના રોજ અમદાવાદના મોટેરા ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લી ટી20 મેચમાં હવામાનનો કોઈ વિક્ષેપ નહીં રહે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. આજે સાંજના સમયે, પવનની ગતિ 5 થી 10 કિમીની રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં ફુંકાતા ઉત્તર- પૂર્વ દિશાના ઠંડા પવનને કારણે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડા હિમ પવનને કારણે, ગુજરાતમાં ઠંડીનો પારો ગગડીને 8.4 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સામાન્ય રીતે સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં નોંધાય છે. પરંતુ ગુજરાતનુ દાહોદ સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું છે. આજે દાહોદમાં ઠંડીનો પારો ગગડીને 8.4 ડિગ્રીએ અટક્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી એક સપ્તાહ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. આવનાર એક સપ્તાહ સુધી રાજયમાં વાતાવરણ શુષ્ક રહેશે. ગુજરાતમાં હાલ અનુભવાતી ઠંડી આગામી 48 કલાક સુધી યથાવત રહેશે. 48 કલાક બાદ ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાવવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આજે 19મી ડિસેમ્બરના રોજ અમદાવાદના મોટેરા ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લી ટી20 મેચમાં હવામાનનો કોઈ વિક્ષેપ નહીં રહે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. આજે સાંજના સમયે, પવનની ગતિ 5 થી 10 કિમીની રહેવાની સંભાવના છે. જો કે પવનની દિશા ઉત્તર પૂર્વીય રહેશે. સાંજના 6 વાગ્યાથી થી રાત્રીના 1 વાગ્યા સુધીમાં, અમદાવાદમાં 3 થી 4 કિમી સુધીની વિઝિબિલિટી રહી શકે છે.

આજે ગુજરાતના વિવિધ શહેરોમાં નોંધાયેલ લઘુતમ તાપમાન અંગે જાણીએ તો, અમદાવાદમાં 14.2 ડિગ્રી, અમરેલીમાં 11.2 ડિગ્રી, વડોદરામાં પણ 11.2 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ભાવનગરમાં 14 ડિગ્રી, ભૂજમાં 16.1 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.

દાહોદમાં 8.4 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી વઘુ ઠંડી છે. ડાંગમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોચ્યો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, જામનગરમાં 16.1 ડિગ્રી,નલિયામાં 14.8 ડિગ્રી, પોરબંદરમાં 16.4 ડિગ્રી, રાજકોટમાં 15 ડિગ્રી, સુરતમાં 18.1 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 19, 2025 03:13 PM